સોમવાર, 14 સપ્ટેમ્બર, 2009

મહાભારતમાં કૃષ્ણ

ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતમા..... -ડૉ હરકાંત જી જોષી
પ્રભુ વિષે લખવા માટે મારા પાસે કોઇ વિશિષ્ટ નેનો ટકાની લાયકાત નથી. પણ આ પેઢીને તેની અત્યારની સાદી ભાષામા “ શું બન્યુ ?”, તે બોલાતી ભાષાના લાઘવનો ઉપયોગ કરી ને જો તારવી શકાય ?! તો એક પ્રેરકબળ વાચકવર્ગમા માહિતી વધારે વ્યાપક થશે... તેજ અપેક્ષા સાથે મિત્રોના દબાણને વશ થઇ લખવા પ્રેરાયો છું.
એક બે વાતનો સ્વિકાર કરીને ચાલીએ કે મંત્ર વિદ્યા એટલી હદે વિકસીત હતી કે શ્રાપ, શાપ, દિવ્યાસ્ત્રો કે જેના નાશનુ વર્ણન આજના શસ્ત્રોથી ઘણી રીતે મળતુ આવે છે...બાળકો થવાની રીતો... માત્ર આંખના કે મંત્રના તેજ થી બાળક આપવુ...ટેસ્ટ ટ્યુબ બેબી , સરોગેટ મધર , વીર્ય દાન ,કોઇ પણ સ્વરુપ લઇ શકવુ પાછા મનુષ્ય થઇ શકવુ આ બધી ઘટનાઓ સ્વીકાર કરો ... તેને અતિશયોક્તિ ગણી ચુકશોતો ઘણુ ગુમાવશો... તેમના નાશનુ સામ્ય આગ્નેય , વરુણ , હવામાન બગાડી શકતા શસ્ત્રો હવે આપણા વિજ્ઞાને શોધીજ કાઢ્યા છે.....મિસાઇલ , ટારગેટ ફીક્ષ મિસાઇલ , એક્યુરેટ ડીસ્ટંસ ટારગેટ એચીવીંગ મિસાઇલ અણુ , હાઇડ્રોજન બૉમ્બ ની રુપરેખા પ્રાચીન શસ્ત્રોમા ખરેખર દેખાય છે... તે નુ અચરજ નથી થતુ ???/
એક પુણ્ય બેલેંસ જેવુ કૈક હતુ... તેના ઉપયોગ થી તેમના તપ તપશ્ચર્યા પુણ્યોથી ભાથુ બનતુ... તે શક્તિઓ વપરાશ સમયે નિધિવત હતી...આડેધડ શ્રાપનો આશ્રય લેનારા દુર્વાસા અને પરશુરામ ક્યા એટલા ભજાય છે ...? તેમને તો ઘણા વિલન તરીકેજ જુએ છે દેવતા હોવા છતાય....દિવ્યશક્તિનો દૂર ઉપયોગ કરનારા સુખ પામતા નથી... તેવુ વારંવાર દર્શાવાયુ છે.. શક્તિ ત્યારેજ મળે છે જ્યારે તેના ઉપયોગ માટે સન્યાસ ની સહંનશક્તિ આવે.....
શરુઆતથીજ આશ્ચર્ય કે , અર્જુન તેમના ખાસ મિત્ર , સખા , ભક્ત ગણાય છે. તેથીજ પોતાની બહેન સુભદ્રાને અર્જુન દ્વારા અપહરણ કરાવી ને પરણાવી છે. યાદવ કુળના ભલા માટે અને તે લોકોનો અને ખુદ બલરામનો વિરોધ હોવા છતાં (અર્જુનને દ્રૌપદી ઉપરાંત ઉલૂપી , ચિત્રંગદા, સાથેના લગ્ન થયેલા હોવા છતા { વર્ગા અપ્સરા,નાગ કન્યા પાછળ થી થયા  }  )
બલરામના આક્રોશને સમાવવા કૃષ્ણએ પોતાના ઘોડાજ રથ માટે અર્જુનને અપહરણ માટે આપેલ !!! જેમ સુભદ્રા યશસ્વિની તેમ પાર્થ પણ ગુણવંત છે,
स च नाम रथस्तादक मदीयास्ते च वाजिन : જેવો અર્જુનનો રથ છે ... વળી તેને મારા અશ્વો જોડાયેલા છે... !!!
બલરામને ગમતુ નથી. પણ કૃષ્ણ કરે તે બરાબર... મારા અશ્વો ... આમ પ્રભુનો પક્ષપાત સમજાઇ જાય છે...
.દ્રૌપદી સાથે તો સખા-સખી ના સમ્બધો..... સભા પર્વમા જ્યારે દુ:શાસન ,દુર્યોધન , હારેલા પાંડવો ,શકુની , કર્ણ પણ તેની જિન્દગીની એક માત્ર ભૂલ કરી બેસે છે ... કે આ દુર્ઘટનામા બધાની જોડે કૌરવો જોડે જોડાય છે અને વ્યંગ કરવાનુ ચુકતો નથી ...ભીષ્મ , દ્રોણ ,ધુતરાષ્ટ્ર , વિદુર બધાની હાજરીમા વસ્ત્રાહરણ જેવો પ્રસંગ થયો ત્યારે માત્ર કૃષ્ણ જ માયાવી રીતે દ્રૌપદીને નગ્ન થતી અટકાવી શક્યા હતા. સખાપણુ નિભાવવા ગમે ત્યારે મદદે આવી શકતા.....
(નોંધ : વિકર્ણ જે એક કૌરવ છે પણ પાંડવનો પ્રિય છે તેણે પોતાની ઉમરની આમન્યા જાળવી, છતાય આ ખોટુ થયુ છે કહી દ્રૌપદીનો મોરલ સાથ આપેલો... આથીજ જ્યારે ભીમ વિકર્ણને યુધ્ધમા મારે છે ત્યારે બધા કૌરવો ને હણવાનુ છે મારે ... કીધા પછી , માર્યા પછી ખૂબજ શોક કરે છે !!!!!!!!!!! )
શ્રી કૃષ્ણના સાથ સહકાર , મહાભારત યુધ્ધમા શસ્ત્ર નહિ ઉઠાવવાની પ્રતિજ્ઞા છતાંય તેમનો પાંડવ તરફી પ્રેમ અને પક્ષપાત કોઇને પણ અન્યાય ... ના થાય તે રીતે વર્તન.... વર્ણાવાયુ છે.. માનવીય મર્યાદામા રહીને...માટેજ કીધુ છે કે
કૃષ્ણ કહે તેમ કરો... રામ કરે તેમ કરો......
યુધ્ધના એન્ધાણ દેખાણા....
પાડવ કેમ્પમા ચર્ચા ચાલી... યુધ્ધએ ન કોઇ પ્રશ્નનુ સમાધાન છે ... પણ અત્યંત વિનાશકારી છે. આમા પ્રભુના વિષ્ટિના ઉપાયો સમાધાનના ઉપાયો ખૂબજ પ્રામાણિક રીતે દર્શાવ્યા છે... યુધ્ધમાટે આગ્રહી 4 જણા મુખ્ય છે.. કુંતીમાતા , દ્રૌપદી , સાત્યકી (યાદવ ભાઇ કૃષ્ણ) અને .... સહદેવ !!!! નવાઇ લાગીને !! આતો બહુ શાંત સ્વભાવે છે છતાય ?!!
Sahdev,यदि भीमर्जुनौ कृष्ण धर्मराज्यस्च धार्मिक
धर्म्मुत्सृजय तेनाहं योद्धुमिच्छामि संयुगे...उद्योग .77 18
Lord ! if Bhim Arjun and Dharmraj are interesting in religious practise and are not fighting.... i will leave the Dharm and would like to fight it out with Duryodhan & co.
હે ભગવાન અર્જુન ભીમ ધર્મરાજા તમને બધાને ધર્મપ્રિય થઇ યુધ્ધ નથી કરવુ તો કાંઇ નહી હુ ધર્મ છોડીને પણ દુર્યોધન અને તેના સાથી સાથે લડવાનો છુ....
Draupadi, अयं ते पुण्ड्रीकाक्ष दु:शासन करोद धृत:
स्मर्तव्य: सर्वकालेषु परेषां संधि मिच्छता .... उद्योग 80 36
O lord ! when u go there for diplomatic talks for compromise do not forget my insult of these hair snatching done by those Kouravs..
http://drhgjsomeimpfacts.blogspot.com

તમે સખા , જ્યારે સમાધાન માટે જાઓ છો જ તો તે વખતે મારા સાથે , મારી કેશ ખુલ્લા રાખવાની મને પડેલી તક્લીફો ,કૌરવો દ્વારા અપમાન જરુર યાદ રાખ જો.......
જ્યારે સન્ધિ માટે જાય છે ત્યારે વિદુરજીના ઘેર ઉતારો રાખે છે....દુર્યોધનનુ સ્વાગત ભવ્ય હતુ.. છતાંય તે ગુપ્તરીતે તેમને પકડી ન લે તે માટેના કાવતરાની ગંધ આવતા અગમચેતી રુપે પોતાના વિરાટરુપનુ દર્શન કરાવીને આ યુધ્ધ મનુષ્યના શૌર્ય માન મર્યાદામા તેના બળેજ થાય તે યોગ્ય છે સમજી સન્ધિ માટે આવેલ છે તે કીધુ.

... દુર્યોધનને માત્ર પાચ ગામડા આપવાની વાત પણ કરી..... દુર્યોધને આને ધર્મયુધ્ધ કહી સોય ની અણી જેટલી પણ રાજ્યની ભૂમિ નહિ આપવી તેવુ કહેતા યુધ્ધ અનિવાર્ય થઇ ગયુ
કર્ણની પણ મુલાકાત લે છે... તે એક કુંતી પુત્ર છે તેની જાણ કરે છે... તેને દ્રૌપદી ગમે છે ...” તે પાંડવોનો વડો છે” તે ખાલી સ્વિકારજ કરવાનુ છે બાકી બધુજ વિનાશકારી અટકી જશે... પણ કર્ણ ... એક શૂરવીર છે... તે સાભાર અ સ્વિકાર કરે છે.. પ્રભુને વચનબધ્ધ કરે છે કે યુધિષ્ઠિરને આ વાત ન કરે ,,, કેમકે સત્યપ્રિય યુધિષ્ઠિર લડાઇ નહી કરે ..... અને મને મોટાભાઇનુ સન્માન આપશે પણ ક્ષત્રિઓમા લજ્જિત કરશે...પોતે દુર્યોધનની મિત્રતા અને તેના ભાર નીચે તેને મન વચન કર્મ થી બન્ધાયેલ છે અને પક્ષાંતર નહી કરે..... અણગમતુ યુધ્ધ હવે નક્કી થઇ નેજ રહેશે....

અર્જુન અને દુર્યોધન બન્ને જણાને શ્રી કૃષ્ણ જોઇયે...એટલે ભેગા થઇ ગયા.
કૃષ્ણએ અર્જુનને શસ્ત્ર નહી ઉપાડે માત્ર સલાહ આપશે, રથ ચલાવશે.... પોતાની અક્ષિણિ સેના દુર્યોધનને ફાળે જશે... પ્રભુ પ્રત્યક્ષ ભાગ નહી લે તેમા દુર્યોધન લલચાઇ જાય છે...
પાડવા પક્ષે ભીમનો પૌત્ર ઘટોત્કચનો દીકરો બાર્બરીકની વાત નિરાળી છે... તેને ફક્ત શૌર્ય બતાવવામાં રસ છે... ધનુર્વિદ્યામા તે પારંગત છે. એકજ વૃક્ષના બધા પાંદડા એકજ તીરથી ઉતારી બતાવે છે.. એક ઘાસના તણખલાને આકાશમા ફેંકી ને આખી સેનાને ઇજા પહોંચાડી શકે છે... પણ તેને એક વરદાન છે... તે ફક્ત “હારતા’ નીજ સેવા કરશે...!!!! જેવો તે પક્ષ વિજેતા થતો લાગશે .... તો પક્ષાંતર થશે બાર્બરીક સામાવાળાનો થઇ સરભર કર્યા કરશે !! જો આમ ચાલશે તો યુધ્ધ કેવીરીતે નિર્ણાયક થાય ? અને કેટ કેટલો વિનાશ નોંતરવાનો...??? પ્રભુ તેને શિષ્ય માનીને ગુરુદક્ષિણામાં તેનુ માથુંજ માગી લે છે....!!!!!! તે આપે છે પણ ખરા..... તેને યુધ્ધ જોવું હતું... તેથી તેનુ કાપેલું માથુ એક એવી જગ્યાયે ગોઠવ્યું જ્યાંથી બધુ દેખાય.... અને પ્રભુએ સરભર કરવા પોતાનુ મૃત્યુનુ કારણ બાર્બરીક જ આત્માના બીજા ખોળીયે થશે તેવુ કીધું... તેને દેવતા તરીકે કળીયુગમાં બધા પૂજશે ...પણ આ યુધ્ધ તે માત્ર જોઇ શકશે......(પારધી નુ બાણ યાદ છે ને યાદવાસ્થળી પછી કૃષ્ણનો પ્રાણત્યાગ)
(http://www.tribuneindia.com/2004/20041114/spectrum/main3.htm )
{probable site worshiped to day and also a trekking delight...}
આ જગ્યા અત્યારે હિમાચલ પ્રદેશમાં ટ્રેકીગ માટે પ્રખ્યાત છે અને પૂજાય છે...બળિયા દેવ તે આ જ !!!! વિશ્વાસની+ શ્રધ્ધાની વાત છે પૂરાવા ન હોય...
ત્યાર પછી કૌરવોના સેનાપતિ ભીષ્મ નક્કી થયા... પણ તે શરત સાથે કે
(દુર્યોધન પક્ષે કબુલાત સાથે) પુરુષ નહિ હોય તેની જોડે લડશે નહિ......
પાંડવોને મારશે પણ મારી નહિ નાંખે....એક્ને પણ નહિ કેમકે
આખરે તે પોતે તેમના કાકાશ્રી દાદાશ્રી છે.....તેનો અને કર્ણનો વિખવાદ જાણીતો છે. ભીષ્મ જાણતાજ તેનો તેજો વધ કરતા કેમ કે તે સિંહાસનને વફાદાર છે .
કર્ણને અડધો રથી ગણતા તે રિસાય છે અને જ્યાં સુધી દાદાભીષ્મ સેનાપતિ હશે ત્યા સુધી પોતે શસ્ત્ર નહિ ઉપાડે તેવો પ્રણ લે છે.!(બાણશૈયા પર ભીષ્મ કર્ણને સ્વીકારી પાંડવ ગણી તે તરફી જવા પણ કહે છે કર્ણ ના પાડે છે.મુલાકાતની વિગતો ખાનગી રાખે છે )
http://drhgjsomeimpfacts.blogspot.com
http://drhgjmahabharatmainkillings.blogspot.com જરુર લિંક જુઓ...
યુધિષ્ઠિરની સન્માન ભાવના છે કે તે બધાયને પુછે છે કે આપનો અભિપ્રાય શુ આપણો સેનાપતિ કોણ ...અને નિર્ણય ખુદ ભગવાન પર છોડે છે કે જે તે કહે તેને ! ભલે તે લડે કે ન લડે , શૂરવીર હોય કે નહિ, નાનો હોય કે મોટો હોય ભીમે શિખંડીની , નકુલ સહદેવે દ્રુપદની , અર્જુને ધૃષ્ટધુમ્નની સેનાપતિ બનવા પસંદગી બતાવી. શ્રી કૃષ્ણએ બધાજ શ્રેષ્ઠ છે , કહી વધાવ્યા પછી (ચેનલમા જેમ બધા જર્જીસ બધાના વખાણ કરી પોતાનો અભિપ્રાય આપે છે તેમજ )ધૃષ્ટધુમ્નની હા કહી. કારણકે ભીષ્મ ને તો વરદાન છે જ કે તે ધારશે ત્યા સુધી જીવશે... ધૃષ્ટધુમ્નની હસ્તે દ્રોણ ની હત્યા નિધિવત છે.... તો જ્યા સુધી ભીષ્મ હટે નહી ત્યા સુધી દ્રોણ પણ સેનાધ્યક્ષ થશે નહિ આમ પાડવસેનાનો સેનાપતિ જો ધૃષ્ટધુમ્ન બને તો રે રક્ષિત થઇ જશે ભીષ્મથી....કે કૌરવોથી....
આખરે યુધ્ધનો દિવસ આવી ગયો... કુરુક્ષેત્રમા પોતાના દાદા ગુરુ ભાઇ કઝીંસ જોઇને અર્જુનને વિષાદ થયો... અને મહાન ગીતા ઉપદેશ આપી પ્રભુએ અર્જુનની દરેક શંકા પ્રશ્નોનુ સમાધાન કર્યું. 700 ષ્લોક અને 18 અદ્યાયની ભગવદ ગીતા તરીકે એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી રચના છે... એ તો આપણે સૌ જાણીયે જ છે...

યુધ્ધ તૈયારી યુધિષ્ઠિરનુ ભીષ્મ , દ્રોણ, કૃપાચાર્ય , શલ્ય પાસે આશીર્વાદ માગવા જવુ...દરેકની પ્રતિક્રિયા http://drhgjmahabharatwonders.blogspot.com બ્લોગમા જણાવેલ છે...
યુધ્ધ : પહેલા 10 દિવસ સુધી યુધ્ધ ચાલ્યુ અને કૃષ્ણ પોતે પણ વિહવળ થઇ ગયા... આ ભીષ્મ તો હારે તેમજ નથી....!! {ખુદ પરશુરામ જેવા પણ ડ્રૉ ગણીને અમ્બા (માતાજી નહીં) સાથે પરણાવવાનો આગ્રહ પડતો મૂકી ભીષ્મ સાથે સમાધાન કરી સંતોષ પામેલા છે...ભૂતકાળ માં....} બે વખત તો ખૂદ ઇશ્વરે પોતાનુ ધૈર્ય તેમના શૌર્ય આગળ ગુમાવી દઇ ચાબુક લઇ ને મારવા દોડ્યા... અને એક્વાર તો રથનુ પૈડુ હાથમા સુદર્શનની જેમ ઉપડાઇ ગયુ... ભીષ્મની નમ્રતા જોઇયે કે તેમણે બન્ને વખત પોતે ઇશ્વરના હાથે મોક્ષ માટે તૈયાર છે કહી નમન કરી ઉભા રહ્યા.માત્ર વિધિસરના યુધ્ધમા પોતે ક્યારેય પરાજિત નહીં થાય બતાવી ભીષ્મ એક યોધ્ધા તરીકે ખૂબ વીરતાની ઉંચાઇ પર પહોંચે છે......અર્જુને ભગવાનને સમજાવ્યા અને ત્યારે પ્રભુ માન્યા.....કંટાળીને પ્રભુએ પાંડવો ને કીધું કે ખૂદ ભીષ્મનેજ તેમના હારવાનો રસ્તો પુછો........તે રાત્રે પરસ્પર યુધ્ધવાર્તા માટે જતાં જ્યારે પાંડવો એ તેમને જ પુછ્યું તો તેમણે બતાવ્યુ કે પોતે જે સમ્પૂર્ણ પુરુષ નહી હોય તેની સાથે નહી લડે.. શિખંડી જન્મથી સ્ત્રી છે... અમ્બાનો અવતાર(માતાજી નહિ) છે... તેની આડમા રહી ને કોઇ શૂરવીર મને મારશે તો હુ પ્રતિકાર નહી કરુ કેમકે તેથી હુ સ્ત્રી સાથે લડ્યો ગણાઉ....... {શિખંડી ના મૂળમા તે અમ્બા નો અવતાર છે. ભીષ્મએ પોતાના પિતાને અને સમાજને વચન આપેલુ કે તે પરણશે નહીં અને ગાદીનુ રક્ષણ કરશે... તેમના બીજા બે ભાઇ હતા. જે માછીમારની કન્યા થી રાજા શાંતુનુ ને થયેલા ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય.... ચિત્રાંગદ કિન્નરોની લડાઇમા શહીદ થઇ જાય છે... વિચિત્રવીર્ય સાવ માયકાંગલો અને અ શક્ત છે..... તે ને કોઇ કન્યા આપતુ ન હતુ.. ભીષ્મ લડાઇ કરીને અમ્બા, અમ્બિકા , અમ્બાલિકાનુ અપહરણ કરીને વંશ માટે લઇ આવ્યા. અમ્બા પોતે શાલ્વ રાજાના પ્રેમમા છે તેમ કહે તા ભીષ્મે તેને જવા દીધી. બીજી બે વિચિત્રવીર્યને પરણી. હવે વિચિત્રવીર્યમા સંતાન પ્રાપ્તિના યોગ શક્તિ ન હતા... એટલે ખૂદ વ્યાસ મુનિને તેમના તેજનુ દાન આપી વંશ માટે ભીષ્મે વિનંતિ કરી.....તેમના તેજને એક ખમી ન શકી આંખો બંધ થ ઇ ગ ઇ તે ધુતરાષ્ટ્ર ... બીજી સંતાઇ જતા શરુમા વીર પણ પાછળથી એનીમીક એવા પાંડુ રાજા અને દાસી જે સાથે હતી તેણે ખૂબજ પ્રેમ થી તેજના અંશો ઝીલ્યા તે વિદુર... થયા... અહી અમ્બા પાછી આવી એનો તો શાલ્વ રાજા એ પણ સ્વીકાર ન કર્યો કે.... ભીષ્મ ઉઠાવી જાય તે હવે મારી પ્રેમિકા ન હોઇ શકે..ભલે બ્રહ્મ્ચારી હોય....અમ્બા ભીષ્મની પાછળજ પડી ગઇ કે તમે મને ઉઠાવી લાવ્યા છો તો દાસત્વ આપીને પણ મારો સ્વીકાર કરો... ભીષ્મ તો આ જન્મ યોગી બ્રહ્મ્ચારી છે.... તેમણે ના પાડતા અમ્બા પરશુરામ પાસે જઇને ભીષ્મ પર દબાણ કરાવ્યુ.... યુધ્ધ પણ થયુ.. છેવટે બધા દેવી દેવતાઓ એ યુધ્ધનો સાક્ષાત્કાર સંહાર રોકી અને બન્ને બળીયા વચ્ચે સમાધાન કરાવ્યુ.. અમ્બા હજી હિમત ન હારી. તે ને પોતાના જીવન બગાડવા માટે વેર લેવા માટે ખૂબ તપ કરી ને જન્મ લીધો દીકરી તરીકે... તે રાજાને તો વારસદાર દીકરાની ખપ હતી.... થોડા સમય બાદ વરદાનના લીધે...અમ્બાના જુના તપના ફળ રુપે આ તો દીકરો થવા માંડ્યો .. અને ખૂબજ સુન્દર પ્રભાવશાળી બળવાન તે જ શિખંડી..}[આ વાત એટલે જરુરી છે કે ભીષ્મ તે એક સિહાસન ને વફાદાર બુઝર્ગ છે. પોતાના પ્રણ માટે માય કાંગલા ભાઇ માટે. પિતાની વાસના તૃપ્તિ માટે ..પોતે કેટલી હદે પોતાના ભત્રીજા પૌત્રોની ખોટી માંગણીઓ પણ પૂરી કરતા આવ્યા છે.ભલેને આડકતરી રીતે .. આ સંયમ કેટલો ભીષણ છે પોતે સમર્થ હોવા છતા ય ? !!!!]
હવે તો પાડવોને તક મળી ગઇ... શિખંડી ના કવરથી પાછળથી અર્જુનેજ પ્રહારો કર્યા... વન વે... શિખંડી ના બાણ આટલા બધા શૌર્ય વાળા ન હોય તેવી વાત કહી ને પ્રહારો સહન કરી લીધા..કપટ સમજ્યા છતાય.. અને યુધ્ધ નિવૃત થયા બાણ શૈયા પર... અહીં બધા તેમને મળવા આવ્યા. અર્જુન પાસેજ યોધ્ધાને શોભે તેવી ઓશીકા અને ગંગાજળ ની વ્યવસ્થા કરાવી. દુર્યોધને દવા પાટા પીંડી માટે કરેલી વ્યવસ્થાનો અ સ્વીકાર કર્યો ..ઇચ્છામૃત્યુનુ વરદાન હોઇ દક્ષિણાયન સૂર્ય ગતિ અને યુધ્ધનુ પરીણામ જાણી ગાદીના વારસની સંભાવના નહી પણ હકીકત નિર્માણ થાય ત્યારે પ્રાણ છોડીશ તેમ કહી ને અસહ્ય વેદના વાળા દિવસો સ્વીકાર્યા....
કેટલીક અચરજ પમાડતી યુધ્ધ કથા.... **શ્રોતાયુધ્ધ પાસે સચોટ ટારગેટ નિશાન ન ચૂકે તેવી ગદા હતી. તેણે તેના ઉપયોગ શ્રી કૃષ્ણ પર કર્યો. કૃષ્ણ હથિયાર ધારી ન હોઇ ગદા ફેકનારનેજ ભરખી ગઇ.. દિવ્યાસ્ત્રો રાખતા છોડતા પણ વિવેક માંગી લે છે.... **રાજા ભગદત્તે વૈષ્ણ્વસ્ત્ર ફેક્યુ તો શ્રી કૃષ્ણએ તે ઝીલી લઇ ને અર્જુનને બચાવી પોતાના ગળામા વૈજંતિમાલા બનાવી દીધું....
**જ્યારે અભિમન્યુ નો વધ ખોટી રીતે છ મહારથી સહિત બીજા યોધ્ધાઓ એ પણ ભેગા થઇ ને સાતમા કોઠામા તેને ઘેરીને માર્યો ... આમા દ્રોણ, કર્ણ , કૃપાચાર્ય , અશ્વત્થામા , જેવા પણ હતા આમા પાંડવો ને દૂર રાખવાનુ કામ જયદ્રથે કરેલુ....
{(આ એજ જયદ્રથ જેણે વન પર્વમા દ્રૌપદીની મશ્કરી કરી ભીમ અર્જુન ના હાથે બંદી થઇ યુધિષ્ઠિર પાસે ક્ષમા માગી બચી ગયેલો..) તેના પિતા વૃધ્ધક્ષત્ર એક તપસ્વી હતા. જ્યારે તેમને કોઇ એ આગાહી કરી કે તમારા લાડકાપુત્ર જયદ્રથનુ માથુ કોઇ ઓચિંતુ કાપશે.. તો તેમણે ખૂબ તપ પુણ્યના પ્રતાપથી.. એવુ વરદાન મેળવ્યુ કે જે માથુ કાપસે કે જે છેલ્લુ તેના માથાને અડેલુ હશે તેનુજ મસ્તક ટુકડા ટુકડા થઇ જશે.}
આવેશમા આવેલા અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતી સાંજ પહેલા જયદ્રથને મારીશ અથવા ગાંડીવ છોડી દઇશ...... ભગવાનને તે આવો યુધ્ધમા સંવેદનશીલ થયો તે ન ગમ્યુ . છતાંય યુધ્ધના દિવસે... ખૂદ દ્રોણ વચ્ચે આવ્યા તો તેમને પ્રણામ કરી અર્જુનને આગળ સરકાવી દીધો... ભર લડાઇમા ખૂબજ ધીરજ્નુ પ્રદર્શન કર્યુ. અર્જુન રથમાથી નીચે ઉતરી ગયો... ઘોડાને પાટાપીડી જીવ દયા પાણી થાક બધુજ કર્યુ ... અને એ લર્ટ થ ઇ ને રહ્યા.... સિન્ધુરાજ જયદ્રથને છેતર્યો નહી. પણ બીજા બધાને ગ્રહણ ઉભુ કરી દીધુ.. અન્ધારા જેવુ લાગવા માંડ્યુ. પોતે પોતાના વરદાન થી સભાન હોવા છતાંય જયદ્રથની ધીરજ ખૂટી ગઇ અને અર્જુનને હવે ક્યાં સમય રહેવાનો છે ..વાળુ અભિમાન આવી જતા ખૂલ્લામા તેને પડકારવા આવી ગયો... તરતજ પ્રભુ એ લીલા સંકેલી લીધી ગ્રહણ જતુ રહ્યુ હજી તો સાંજ ને વાર હતી... અને જયદ્રથ નુ માથુ અર્જુને એવી રીતે બાણ થી માર્યુ કે તેનો શિરચ્છેદ કરી બાણ તે માથાને સીધુ હવામાજ સમાંતર ઉઠાવી ને વૃધ્ધક્ષત્ર ધ્યાનમા બેઠેલા તેના ખોળામાજ જઇને પડ્યુ. અચાનકજ આવુ થતા વિસ્મયમાથી બાહર આવે તે પહેલા ખોળામાથી નીચે પડ્યુ !!! અને પોતાનાજ વરદાન મુજબ તેના અને વૃધ્ધક્ષત્ર હાથે પડ્યુ ગણાય !!!! અને તેમનુ પણ માથુ ચૂર ચૂર થતા મૃત્યુ થયુ...જયદ્રથ વધ અર્જુનનો બચાવ શ્રી કૃષ્ણએ કરાવડાવ્યો.
** “અશ્વત્થામા મરાયો “ તેમા કુંજર ધીમેથી બોલવાનો પ્રભુનો બતાવેલ રસ્તો યુધિષ્ઠિરે જ્યારે ખરે વખતે ગેર સમજ વાળુ વિધાન કરશે ,દ્રોણ પોતાના પુત્રને મરાયો સમજવાની ભૂલ કરશેજ તેવી પ્રભુ ને ખાત્રી હતી. દ્રોણ અ ચેતન થઇ ગયા. યુધ્ધ નિવૃત થઇ સમાધિમા બેસી ગયા....લગભગ પ્રાણત્યાગ તૈયારી હતી એવામા ધૃષ્ટધુમ્ને (દ્રૌપદીના ભાઇ અને અગ્નિકુંડમા સાથેજ જન્મેલા )તલવારથી તેમનો વધ કરી દીધો.....
**કર્ણ સાથેના યુધ્ધમા તો પ્રભુએ કોઇજ કસર ન છોડી
{સન્ધિ માટે જ્યારે દુર્યોધન પાસે ગયેલા ત્યારે કર્ણને પાડવ પક્ષે કરવામા
કોઇ કસર પ્રભુએ બાકી રાખી નથી.)
http://drhgjsomeimpfacts.blogspot.com
... પહેલા તો ઘટોત્કચ ને મોકલ્યો... તેના પરાક્રમથી કૌરવો આકુળ વ્યાકુળ થઇ ગયા. કર્ણ પર તેની પાસે જે ઇન્દ્ર શક્તિ છે... તેનો ઉપયોગ કરવા દબાણ વધતુ ચાલ્યુ. આખરે તેણે તે શસ્ત્ર ઘટોત્કચ માટે વાપરવુ પડ્યુ.. અર્જુન ના બદલે..... આમા આપને ક્રિકેટમા નાઇટ વૉચમેન ને મોકલી ને સારા બેટ્સમેનને સંભવિત લોસ નો ઉપાય જેવુજ લાગશે.....શલ્ય પાસે કર્ણનો તેજો વધ એક જાતનુ sledging in cricket જ છે.!!!! જો કે શલ્ય પોતાનો સારથી ધર્મ બરાબર બજાવે છે...
બન્ને જણા દિવ્યાસ્ત્ર છોડતા રહ્યા... આગ્નેય બ્રહ્માસ્ત્ર વરુણ ... પ્રતિકારક શસ્ત્રનો ખજાનો....કૌશલ્ય અને વિદ્યા બન્ને પાસે અખૂટ હતી. એક્વાર તો કર્ણે તેના માથા માટે દિવ્યાસ્ત્ર તાક્યુ. નાગરાજા અગ્રસેન વેર અર્જુન પર લેવા કર્ણના તીર પર બેસી ગયેલ.... ભગવાને ઘોડા નીચે બેસાડી દીધા.. પૈડા જમીનમા ખૂપી દીધા... ખરે વખતે... આથી તીર અર્જુનના ઇન્દ્રે આપેલ મુગુટ અને મણી સહિત નિશાન તાકી ગયુ અર્જુન બચી જાય છે.....આબરુ દિવ્યાસ્ત્રની પણ રહી
શલ્યે તેને ચેતવ્યો હતો પણ ખરો , પણ શૂરવીર સાચો બાણાવળી ફરી નિશાન લે તો દિવ્યાસ્ત્ર લાજે...!! કર્ણ તેવુ હરગીઝ ના કરે....
પૈડુ રીપેર કરવા કર્ણ નીચે છે ત્યારે પણ અર્જુનના દિવ્યાસ્ત્રોનો સફળ સામનો કરે છે... અંતિમ સમયે જ્યારે જરુર હશે ત્યારે તારી વિદ્યા તને કામ નહી લાગે વાળો શ્રાપ પરશુરામનો કર્ણને આડે આવ્યો.... પોતે રથ પર નથી... “તો શુ થ ઇ ગયુ ? જ્યારે અભિમન્યુ ને માર્યો તેમા આ જ કર્ણ પણ કાવતરામા ખોટી રીતે ઘેરવામા મારવામા હતોજ “..આવુ શ્રી કૃષ્ણએ કહેતા. આંજલિક બાણ થી કર્ણને અર્જુને ત્યારે માર્યો...
** નારાયણ અસ્ત્ર પણ પાંડવો ઉપર ફેકવામા આવેલુ.... હવે સાક્ષાત પ્રભુના આશિર્વાદવાળુ અસ્ત્ર શસ્ત્ર....પણ નારાયણ તો પાલન કરે છે.... જો તેનો સામનો નહીજ કરો તો કશુ જ નહી કરે....!!!!!! આમ આખી પાડવ સેના જ્યારે શસ્ત્રનો સામનો કરવાના બદલે તેને યુધ્ધમા શસ્ત્રો નીચે મૂકી દ ઇ ને નમન કરે છે ... તો નારાયણ શસ્ત્ર પાછુ ફરે છે... કેમકે પાલનહાર ... તારણહાર મારણહાર થોડા બને....!!!!!અહી પણ માન સાથે દિવ્યાસ્ત્ર નો ઉપાય પાંડવો માટે થાય છે....
કર્ણ ના ગયા પછી શલ્ય રાજા સેનાધિપતિ બને છે યુધિષ્ઠિર સહદેવ અને નકુલને સાથે રાખીને તેમને મારે છે...!!!!! કેમ કે શલ્ય માદ્રીના સગા ભાઇ છે..મામા ભાણેજ ...શલ્ય 100 % સ્થિર નહી રહી શકે........ સહદેવ શકુનિનો વધ કરે છે.... દુર્યોધનને યુધિષ્ઠિર આંતરે છે... અને પોતાના જુગારગ્રસ્ત સ્વભાવને લઇને.. કોઇ પણ એક પાંડવ જોડે યુધ્ધ કરી લે તેવો પડકાર ફેકે છે.... ભગવાન તેના માટે ઠપકો પણ આપે છે... પણ ખરે વખતેજ બલરામ,, નારદશ્રી આ દ્વન્દ્વ જોવા આવી જાય છે.. અને દુર્યોધન પણ એક ચતુર હોશિયાર યોધ્ધો છે.... તે જીવે છે અધર્મીની જેમ પણ યુધ્ધ કરે છે ધર્મથી !!!!!!! તે પણ યોધ્ધાને છાજે તેમ ભીમનેજ પસંદ કરે છે... શરુના મુકાબલામા દુર્યોધન જીતમાજ હોય છે...
{આ પૂર્વે ગાંધારીએ પોતાના વહાલસોયા દુર્યોધનને નગ્ન બની આવવાનુ કીધેલુ.. જેથી પોતાના પુણ્ય પ્રતાપે તે આખા દુર્યોધન શરીર ને વ્રજ બનાવી દે...પણ શરમનો માર્યો દુર્યોધન નીકર પહેરીને ગયો. આથી તેનો તે ભાગ ઇજા માટે સમ્વેદનશીલ રહ્યો હતો.... }
ઇશારાથી પ્રભુ ભીમને કમરની નીચે મારવાનુ આડકતરી રીતે અર્જુન દ્વારા બતાવે છે ...ભીમનો પ્રહાર સફળ થાય છે... બલરામ નારાજ થઇ ને જતા રહે છે... ભીમને બીજા ઘણા કૌરવો મારવામા ,યોધ્ધા મારવામા પ્રસિધ્ધિ મળી છે ... પણ ત્રણ મુખ્ય લડાઇ મા તેને કોઇ સન્માન નથી..... દુ:શાસન ને માર્યા પછી તેનુ લોહી પીતા શૂર વીરોને તે ન ગમ્યુ.... દુર્યોધનને તો કમરની નીચે નિયમ વિરુધ્ધ માર્યુ અને પાછી લાત મારી... આ લાતની વાત તો ભગવાન કૃષ્ણને પણ પસન્દ નથી....અને વિકર્ણ ને માર્યા પછી તો ખૂદ ભીમજ શોક બતાવે છે...{ દ્રૌપદીના વસ્ત્રા હરણ પ્રસંગ વખતે વિકર્ણે પોતાની ઉમર ભાઇવાદ કૌરવ પણુ થી ઉપર ઉઠીને દ્રૌપદીનો પક્ષ લીધેલો )
દુર્યોધનને કણસતો રાખી સૌ જીત ના આનન્દને માણી શકતા નથી...
ભગવાન શ્રી કૃષ્ણ અશ્વત્થામા કઇક જરુર કરશે તેવી શંકાને લઇને આખી રાત મેદાનમાજ વિતાવે છે....પિતાના બદલાની ભાવનાના પ્રતિશોધની અસર હેઠળ અશ્વાત્થામા પાંડવ પુત્રોની,પૌત્રોની કતલ કરે છે..... ત્યા સુધી કે ઉત્તરા કે જે અભિમન્યુની પત્ની છે અને તેના ગર્ભમા હજી પરિક્ષિત સમ્ભવિત બાકી રહેનારો વારસ..!!!!!!! તેને ગર્ભમાજ મારી નાખવા બ્રહ્માસ્ત્ર જેવા અસ્ત્ર ને બદનામ કરવા માટે.... ભગવાન ગુસ્સે થાય છે અને અશ્વત્થામાને લલકારે છે કે તે પહેલા તો પેલા ગર્ભને બચાવશે ... મરી જશે તો ફરી જિવિત કરશે.... અને દિવ્યાસ્ત્રનુ આવુ ઘોર અપમાન કરવા બદલ અશ્વત્થામા ને શ્રાપ આપે છે કે તે ને ચેન નહી મળે ,ભટક્યા કર શાંતિ નહીં મળે અને મરવા પણ નહીં મળે....અમરત્વ સાથે વ્યગ્રતા ઓછી સજા નથી.......
પ્રભુ ત્યાંથી ભીષ્મની બાણ શૈયા પર બધાને લઇ જાય છે... પોતાને પણ દ્વારકા મેનેજ રાજ્યકારભાર ની આચાર સંહિતા સહીતનો ઉપદેશ સાંભળવો છે અને બધાને ભીષ્મ દ્વારા બધીજ વ્યવસ્થા તંત્ર , તેની બારીકાઇ , મેનેજમેંટ , અવરોધોની સમજ અપાવડાવે છે.... આથીજ વિદુર અને ભીષ્મ ડાયરેક્ટ શ્રોતા ગીતાના નથી.. કેમકે તે બન્ને સ્વયં ખૂબજ જ્ઞાની છે.... ભીષ્મ ત્યા સુધી પ્રાણત્યાગ નથી કરવા માગતા જ્યા સુધી સિહાસન ના વારસદારનુ નક્કી ન થઇ જાય...અને સુપાત્રનેજ તે મળે....દક્ષિણાયન સુર્ય.. યુધ્ધ ,... ઉપરાંત આ ધર્મ ભાવના પણ ખરી...
(ભીષ્મ અંગે ડૉ શૈલેન્દ્ર વોરાએ સક્રિય રસ લઇને ઘણી માહિતી સમજ આપી છે )





પ્રભુ તો ગાંધારીને પણ સાંત્વન આપે છે...પણ બદલામા વાતચીત બાદ બાળકો વગરની કરી નાખી તે દુ:ખી થતા ભગવાન કૃષ્ણને શ્રાપ આપે છે કે 36 વરસ પછી તેમનુ પણ અકાળે અવસાન થશે .. અને સમગ્ર યાદવોનો નાશ જોવો પડશે અને દુ:ખ ભોગવશે.... ભગવાન શ્રી કૃષ્ણ તેને પ્રસાદ સમજીને સ્વિકાર કરે છે.....
ધૃતરાષ્ટ્ર ને પણ મળવા બધા જાય છે... યુધિષ્ઠિર , અર્જુન પગે લાગે છે... ભીમનો વારો આવે છે... ત્યારે પ્રભુ તેને અટકાવે છે..!!!!! એક ધાતુની પ્રતિમા ભીમની છે તેને આગળ ભીમની જગ્યાએ સરકાવે છે... અને ધૃતરાષ્ટ્ર પ્રભુની શંકા મુજબજ ખૂબજ જોરથી બાથ ભીડીને બધો ગુસ્સો કાઢતા હોય તેમ તેને મસળી નાખે છે.. ભીમ બચી જાય છે... ધૃતરાષ્ટ્ર ખૂલ્લા પડી જાય છે....
ભગવાનના મહાભારતમા યોગદાનના પુષ્કળ પ્રસંગો છે... એક પણ રેલેવંટ ના હોય તેવુ નથી... દરેકની પાછળ કૈક આશય છે .. કોઇ લીંક છે... એક શબ્દ વધારે કે ઓછો નથી.... પોતે ઇશ્વર તરીકે ગમે તે ફેસલો ઘડીકમા લાવી દઇ શકે તેમ છે પણ માનવ અવતાર તેના મુલ્યો અને તેનાજ બળ વડે આ કાર્ય કરે છે...... તે મર્યાદા પાલન ખૂબજ ઐશ્વર્ય , અચરજ વાળી વાત છે....પોતાના ભક્તોની રક્ષા પાંડવ પ્રિયતા ક્યાંય કોઇ નેય અન્યાય થવા દીધા વગરજ કરી છે.......દિવ્યાસ્ત્ર , તેનો સંયમ સાર્થકતા ઉદ્દેશ લક્ષી વધારે છે ... સ્વાર્થ પરીણામ લક્ષી નથી..જગ કલ્યાણ અને એક વિધાન કહ્યા વગર રહેવાતુ નથી. વારંવાર ... લગાતાર.... કૃષ્ણ કહે તે કરો , રામ કરે તે કરો.....
વાચકોના માંગે પુરાવા જેવા શ્લોક્સ જોવા જેવા છે તો બ્લોગ નાં અંતે ફરી થી પોસ્ટ કાર્ય છે ...
Bhishm to yudhishtheer before  pranam reply
પછી મળ જો !, હુ યુધ્ધ કૌરવો તરફથી કરીશ , પણ જય તમારો ઇચ્છુ છુ.  
હે રાજન સાક્ષાત હરિ તારા મંત્રી છે તારો વિજય નક્કી છે જ્યાં ધર્મ છે ત્યા કૃષ્ણ છે 
અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે.... 
न शत्रुं तात पश्यामिस मरे यो ज्येत माम न ताव न्मृत्युकालो मे पुनरागमनं कुरु..... (41: 43 ॥ भीष्म..॥)
ध्रुवस्ते विज्यो राजन यस्य मंत्री हरिस्तव... यतो धर्मस्तत: कृष्ण यत: कृष्णस्ततो जय: ॥ 54-55
Drona ‘s reply
આજ ગુરુ દ્રોણ ને પુછતા તે પોતાને જ મારવાના માર્ગ બતાવતા કહે છે, शस्त्रं चाहं रणे जह्यां श्रृत्वा सुमहदप्रियम, श्रध्येयवाक्यात पुरुषादेतत सत्यम व्रवीमि ते... ॥41, 
Sahdev thought to be a mild guy is furious....says,

यदि भीमार्जुनौ कृष्ण धर्मरज्यस्च धर्मिक:, 
धर्मुमुतसृजय तेनाहं योद्धुमिछामि संयुगे...॥ सहदेव ...!!! 79 :4 
હે કૃષ્ણ ભીમ અર્જુન અને ધર્મરાજ ધર્મનુ અનુકરણ કરતા હોય તો 
હું તે ધર્મનો ત્યાગ કરીને પણ દુર્યોધન સાથે યુધ્ધ કરવા ઇચ્છુ છું.. 
Draupadi reminds them ,साहं केशग्रहं प्राप्ता परिकिलष्टा सभां गता.. अयं ते पुप्डरीकाक्ष दु:शासन करोद धृत :, स्मर्तव्य: सर्व कालेषु परेषां संधिमिच्छता ॥ 
મારા વાળ પકડી મને ક્લેશ પમાડી ને સભાવછે લાવવામા આવી તમે શત્રુઓ સાથે સન્ધિની ઇચ્છાથી જે કંઇ કાર્ય કરો ત્યારે દુ:શાસન ના હાથે ખેંચાયેલા આ કેશકલાપને સ્મરણમા રાખજો... 80 :36 ઉદ્યોગ ॥ 
કુંતી સનાથ એવી એ કૃષ્ણા કુરુસભામાં પોતાની રક્ષા કરે એવો નાથ ન પામી શકી.
રાધા અને અધિરથનો પુત્ર કર્ણ , હું તમારું અભિવાદન કરું છું. 143 ; 1 ઉદ્યોગ ..
अभ्राता विदित : पूर्वं युध्धकाले प्रकाशित: , पाण्ड्वान्यदि गछामि किं मां क्षत्रं वदिष्यति 
પૂર્વે હું ભાઇ વગરનો હતો.. યુધ્ધકાળે કઇ સગાઇ પ્રગટ કરી પાંડવો સમક્ષ જાઉ ?,ક્ષત્રિયો શું કહે ?
अभ्राता विदित : पूर्वं युध्धकाले प्रकाशित: , पाण्ड्वान्यदि गछामि किं मां क्षत्रं वदिष्यति 
પૂર્વે હું ભાઇ વગરનો હતો.. યુધ્ધકાળે કઇ સગાઇ પ્રગટ કરી પાંડવો સમક્ષ જાઉ ?,ક્ષત્રિયો શું કહે ?
કર્ણ ભીષ્મને હુ શ્રી, શરીર , પુત્ર , દ્વારા તેમજ યશ વગેરે સૌ સહિત દુર્યોધન્ન પક્ષે છું. દુર્યોધન માટે બધુંજ ન્યોછાવર કરી શકું તેમ છું.
भीष्म कर्ण को praises him
इष्वस्त्रे भारसंधाने लाघवेड्स्त्रबले तथा, सदेश: फल्गुनेनासि कृष्णेन च महात्मना ॥ 
શરવિદ્યામા , શસ્ત્ર સન્ધાનમાં , લાઘવમાં તથા અસ્ત્રબળમાં તું ફલ્ગુન અર્જુન તથા મહાત્મા કૃષ્ણની બરોબરીનો છે.... 

Kuntimata also is still irritant about injustice to Draupadi... saysनाध्वगच्छ त्तथा नाथम कृष्णावती सती. 88 ; 86 
Karn to kunti
राधेयोढमाधिरथि : कर्ण स्तवाम्भिवादये पप्राप्ता किमर्थं भवती ब्रूहि किं करवाणि ते ॥ 
refuses her offer to join pandavas...

talks between BHISHM and Karn after 10 th day and bhishm’s injured exit..
वसु चैव शरीरं च पुत्रदारं तथा यश : सर्व दुर्योधंस्यार्थे त्यक्तम मे भूरिदक्षिण: ॥ 117;23 

5 માંથી 1 – 5

બ્લોગર dr_hgj_google કહે છે...
yudhisthir opts for sahdev-nakul when he fights with Shalya...as 
he was brother of Madri... and direct maternal uncle to sahdev nakul ...
3 સપ્ટેમ્બર, 2009 11:16 AM

બ્લોગર dr_hgj_google કહે છે...
Shalya wanted to help pandavs mainly
but when he arrived at kuruxetra both Duryodhan with Kauravas , Yudhisthir with pandavas welcomed him... and in doing so offered on oath his assistance ... not knowing exact partisions ... he was thus misplaced...
3 સપ્ટેમ્બર, 2009 11:19 AM

બ્લોગર dr_hgj_google કહે છે...
Yuyutsu is a kaurav Dhutrashtra son from maid !!!!!!!!! ( another sootpootra सूत पूत्र )When yudhisthir asks to cross the sides in the war.. he leaves kaurava and enters the pandava... he did give the option... only he gave the option...in the end he was one of survivors in mahabharat..and asks to take a job of guarding widows and children who were deserted by loss of lives in war..
3 સપ્ટેમ્બર, 2009 11:22 AM

બ્લોગર dr_hgj_google કહે છે...
Vikarna is a kaurav too. विकर्ण .. he was deadly against the draupadi chaptors kaurav role.. and favoured DRAUPADI ... had a courage to do so... was very likable guy for pandavas as well.. Bhim when kills him ... though he has won..he himself is not happy at all and weeps...
3 સપ્ટેમ્બર, 2009 11:26 AM

બ્લોગર dr_hgj_google કહે છે...

Mr Naishadh Pathak नैषध पाठक adds Shrutayudha श्रुतायुध्ध कौरव सेना का एक महा बलि had a Gada weapon if aimed at and trown sure to take life ... only one condition it should be hit to soldier who is fighting ... if he is not having his weapon ... or civilian the same weapon will kill the user... Shrutayudha tried to hit Lord Krishna in heat of moment though he was doing well .. from Kouravas but as he aimed at lord who was wowed not to be armed that weapon returned like a boomrang and killed the user...
10 સપ્ટેમ્બર, 2009 12:10 PM